ઘર ના આંગણે રંગોળી શુ કામ કરવી જોયે ? રંગોળી નું મહત્વ

Renuka Vadher
0
જીવનમાં ખુશીઓના રંગો પુરે  એટલે " રંગોળી"


દિવાળી એ આપણી સંસ્ક્ર્તિ નો એક ખુબજ મહત્વપૂર્ણ તહેવાર છે. દિવાળી નું નામ સાંભળતા જ  આપણા  મોઢા પર એક સ્મિત આવી જાય, જીવન માં  એક અનોખી પ્રસન્નતા આવી જાય. દિવાળી એટલે માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવીએ છે અને આપણા  જીવન ને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરીયે છે.

દિવાળી માં આપણે  આપણા  ઘર ને સુશોભિત કરીયે છે ,અલગ અલગ ચિહ્નો અને પ્રતીકો ની સાથે આપણે ઘરનો શણગાર કરીયે છે, ઘર માં બધા જ સ્થાનો પર,ઘર ના આંગણા માં બધેજ આપણે દિવા કરી ને વાતાવરણ ને પ્રકાશિત કરીયે છે, એવી જ રીતે આપણે ઘર ના આગણે રંગોળી કરીયે છે તો આ રંગોળી કરવા ની પ્રથા શું  છે ? તો ચાલો જાણીયે કે રંગોળી શા માટે બનાવી  જોયે અને તેની પાછળ નું  મહત્વ શું  છે. 


રંગોળી' કરવાની પ્રથા

દિવાળીના તહેવારમાં દરેક ઘરના આંગણે વિવિધ રંગોની રંગોળી જોવા મળે છે, જે હર્ષોલ્લાસ અને શુભ સંકેત દર્શાવે છે.એવું માનવામાં આવે છે કે, રાવણને માર્યા બાદ જ્યારે ભગવાન રામ અને પત્ની સીતા 14 વર્ષના વનવાસ થી પરત આવ્યા બાદ અયોધ્યા પહુંચ્યા અને જોયું કે અયોધ્યાની પેજ એ હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યુ. લોકોએ પોતાના ઘરોની સાફ-સફાઈ અને રંગો થી સજાવ્યા હતા તથા ફૂલોથી રંગોળી બનાવી અને ઘરને દિવાથી શણગાર્યા હતા. પરિણામે સ્વરૂપે દિવાળી ની રંગોળી અને દિવા પ્રગટાવાની પ્રથા શરૂ થઈ છે.

દિવાળી માં રંગોળી નો ઉદેશ્ય.

રંગોળી શબ્દ બે શબ્દો ‘રંગ’ અને ‘અવલ્લી’ના સંયોજન પરથી આવ્યો છે.ઘરની બહાર સુંદર રંગોળી બનાવવી જોઈએ. આ પરંપરાથી ધર્મ સાથે માનસિક ફાયદા પણ પ્રાપ્ત થઇ છે. રંગોળી એ ઘરમાં પવિત્રતા અને ઉત્સવનું વાતાવરણ સર્જે છે. માન્યતા એ છે કે દેવી અને દેવતા રંગોળી ના રંગ જોઈ ને  જલ્દી આકર્ષિત થાય છે. રંગોળી બનાવવા માટે મનને સ્થિર કરવું પડે છે જે ધ્યાન અને અકેગ્રતા રાખવી પડતી હોઈ છે. આવું કરવાથી મન શાંત અને સ્થિર થઇ છે. જ્યારે કોઈ વ્યક્તિ રંગોળીના અલગ અલગ રંગ જુએ છે ત્યરે તેમનું મન પ્રફુલ્લિત થાય છે અને આકર્ષણ ના કારણે તેઓ આપણાં ઘરમાં પસ્થાન કરે છે.

એવું માનવામાં આવે છે કે ઘરની બહાર અને અંદર બનાવવામાં આવતી રંગોળી દેવી લક્ષ્મીના સ્વાગત માટે બનાવવામાં આવે છે.જ્યારે જ્યારે ઘરમાં તહેવાર કે ખુશીઓ આવે છે ત્યારે ત્યારે ખુશીઓને વ્યક્ત કરવા માટે આપણે ત્યાં ઘર આંગણે રંગોળી પૂરી ખુશીઓને ઉજવામાં આવે છે. રંગોળી ધાર્મિક, સાંસ્કૃતિક આસ્થાનું પ્રતિક છે. તેને આધ્યાત્મિક પ્રક્રિયાનું અંગ માનવામાં આવે છે. તેથી જ આપણે ત્યાં હવન અને યજ્ઞો કરતી વખતે પણ રંગોળી બનાવવામાં આવે છે.તેથી ધરતી શુદ્ધિકરણની ભાવના અને સમૃદ્ધિનું આહવાન કરવામાં આવે છે. રંગોય એ હર્ષ અને પ્રસન્નતાનું પ્રતિક છે.

તો ચાલો આપણે પણ આપણા ઘર આંગણે વિવિધ વિવિધ રંગો થી રંગોળી કરી ને ,આપણા જીવન ને રંગમયી અને પ્રકાશમય બનાવી જીવન ને  આગડ વધારીએ.


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top