દિવાળી ના આ ખાસ પર્વ પર ઘર ના આ સ્થાનો પર જરૂર પ્રગટાવો દીપક થશે માં લક્ષમી પ્રસ્સન

Renuka Vadher
0



દિવાળીને આપણી સંસ્કૃતિ માં તમામ પર્વમાં સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે, જેની તૈયારી આપણે ઘણા દિવસોથી કરવા લાગીયે છે. ઘરની સાફ-સફાઈ ,ઘરની સજાવટ ની સાથે આ તહેવાર ઉજવવાની તૈયારી કરવા લાગીયે છે. સાચી રીતે જોવા જઈએ તો તે માત્ર એક તહેવાર નહીં પરંતુ નવસર્જન કાળ છે, જ્યારે અંધકારનો નાશ કરી જીવન ને પ્રકાશિત કરવાનો સંકલ્પ સાથે લોકો આ દિવસે  દિવો પ્રજ્વલિત કરે છે.કહેવાય છે કે દિવાળી ના દિવસે માતા લક્ષ્મી દિવા ના પ્રકાશથી ઝગમગતી જગ્યાઓ પર આંટો મારવા નીકળે છે. તો માતા લક્ષ્મી ને ખુશ કરવા નો આનાથી સારો સમય કયો હોઈ શકે ?

આ દિવાળી પર તમે તમારા ઘરની સજાવટ સાથે દિવડાઓથી રોશન કરવા વિશે વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે આ દિવાળીની રાતે અમુક સ્થાન પર દિવા અવશ્ય પ્રગટાવવા જોઈએ કારણકે આ વિશેષ જગ્યા પર દિવા પ્રગટાવવાથી વાસ્તવમાં જીવનનો અંધકાર સમાપ્ત થાય છે અને ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી આપણને મુક્તિ મળી જાય છે.

શાસ્ત્રોમાં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે દિવાળીનાં દિવસે કરવા પર માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનની કમી રહેતી નથી. દિવાળીની રાતે દિવા પ્રગટાવતા હોવ બસ ત્યરે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અમુક વિશેષ સ્થાન પર દિવા જરૂર પ્રગટવા જોયે . તે વિશેષ સ્થાન નીચે મુજબ જણાવેલ છે .  

મુખ્ય દરવાજા પર

દિવાળીની રાતે ઘરનાં મુખ્ય દરવાજા પર દિવા પ્રગટાવાનું ભુલશો નહિ કારણ કે આ આપણા ઘરનું મુખ્ય પ્રવેશ કરવાનું સ્થાન હોય છે અને માન્યતા છે કે આ રસ્તા પરથી જ માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશે છે એટલે ભુલમાં પણ આ જગ્યા પર દિવાળીની રાતે અંધારું ના રાખો. દિવાળીની રાતે તમે તમારા ઘરના દરવાજા પર બંને તરફ દિવા અવશ્ય પ્રગટાવો.

ઘરનાં આંગણામાં

આંગણું નાનું હોય કે મોટું, પણ ઘરનું આંગણું એ ઘરની શોભા છે, ઘરનો મલકાટ છે.આ દિવાળી ની રાત્રે આપણા ઘરના આંગણામાં દિવા પ્રગટાવવાનું ભુલશો નહિ. સાથે જ ધ્યાન રાખો કે આ દિવસે આખી રાત દિવા પ્રગટતા રહે.

પુજા સ્થળ પર

દિવાળીની રાતે આપણા ઘર નું જ્યાં પૂજા સ્થાન હોઈ છે જ્યાં આપણે રોજ માતા લક્ષ્મી ની પૂજા કરતા હોઈ ત્યાં અવશ્ય દીવો પ્રગટાવો અને કોશિશ કરો કે આ દીવો અખંડ જ્યોત રહે.

તુલસીનાં છોડ પાસે


તુલસીના છોડને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.તુલસીના છોડનુ મહત્વ ધર્મશાસ્ત્રોમાં પણ ખૂબ સરસ રીતે બતાવ્યુ છે. તુલસીના છોડને માતા લક્ષ્‍મીનુ પ્રતિક માનવામાં આવે છે.જો તમારા ઘરનાં આંગણામાં કોઈ તુલસીનો છોડ લાગેલો છે તો દિવાળીની રાત્રે ત્યાં પણ દિવો જરૂર પ્રગટાવો.

નજીકના મંદિરમાં

ઘરની સાથે સાથે દિવાળીની રાત્રે તમારે અમુક વિશેષ જગ્યા પર પણ દિવા પ્રગટાવવા જોઈએ.જેમ કે તમારા ઘર પાસે નું જે મંદિર હોય ત્યાં એક દિવો રાત્રે પ્રગટાવો અને મંદિરના ભગવાન પાસે પોતાની મંગળ પ્રાર્થના કરો.

ઘરની નજીકનાં ચાર રસ્તા પર

આ રાત્રે લોકો પોતાના ઘરનાં આંગણામાં અને ગલીને દિવા થી જરૂર રોશન કરે છે પરંતુ તમારા ઘરની નજીક ચાર રસ્તા પર પણ એક  દિવો અવશ્ય પ્રગટાવવો જોઈએ.

પીપળાનાં વૃક્ષની નીચે


જો તમારા ઘરની આસપાસ કોઈ પીપળાનું વૃક્ષ છે તો ત્યાં પણ દિવાળીની રાત્રે દિવો જરૂર પ્રગટાવો.

શિવ મંદિરમાં શિવલિંગ પાસે


આ તમામ જગ્યાઓની સાથે જો કોઇ સુમસાન જગ્યા પર સ્થિત શિવમંદિરમાં શિવલિંગ નજીક પણ દિવો અવશ્ય પ્રગટાવો.


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top