બોલિવૂડ જેવી બ્લોક બસ્ટર 5 ગુજરાતી મૂવી ...જોવાનું ચુક્સો નઈ ..

Renuka Vadher
0

1.ફક્ત મહિલાઓ માટે 

              ‘ફક્ત મહિલાઓ માટે’ફિલ્મે એ પ્રથમ દિવસે જ 1.34 કરોડની કમાણી કરી.ફિલ્મનું નિર્દેશન જય બોડસ દ્વારા કરવામાં આવ્યું છે અને અમિતાભ બચ્ચનની ગ્રાન્ડ એન્ટ્રી ગુજરાતી ફિલ્મ જગત માં થઇ છે,યશ સોની, દીક્ષા જોશી અને તર્જની ભાડલા મુખ્ય પાત્રો છે. અન્ય લોકપ્રિય કલાકારો કે જેમને ફક્ત મહિલાઓ માટે માટે જોડવામાં આવ્યા હતા તે છે ભાવિની જાની, કલ્પના ગગડેકર અને ચેતન દહીયા.આ એક પારિવારિક કૉમેડી ફિલ્મ જે બોક્સ ઓફિસે પાર રેકોર્ડ બ્રેક કરી રહી છે ને અત્યાર સુધી માં દુનિયાભર થી ૨૦.૪ કરોડની કમાણી કરી ચુકી છે.

2. કહેવત લાલ પરિવાર 

                ગુજરાતી હાસ્ય ના રાજા તરીકે ઓળખાતા સિદ્ધાર્થ રાંદેરિયા જ આ મૂવી માં મૈન કૅરૅક્ટર છે કે જેમની ગુજ્જુભાઈ ધ ગ્રેટ, ગુજ્જુભાઈ-મોસ્ટ વોન્ટેડ વગેરે જેવી સુપર હિટ ફિલ્મો આપ્યા પછી અભિનેતા થોભ્યા નઈ ને ફરીથી પ્રેક્ષકોને અન્ય ફેમિલી ડ્રામા- કૉમેડી  ‘કેહવતલાલ પરિવાર’ સાથે હસાવી હસાવી ને પિદૂડી કાઢી નાખેલ છે .ફિલ્મ એ અત્યાર સુધી માં દુનિયાભર થી ૨૧.૫ કરોડની કમાણી કરી ચુકી છે.

3.વિકિડા નો વરઘોડો 


                       વિકીડાનો વરઘોડો નામ પરથી જ ખબર પડી જાય કે તેમાં વિકીડાના લગ્નની વાત છે.બાળપણ નો નિખાલસ પ્રેમ ,યુવાની નો અપરિપક્વ પ્રેમ અને પછી અરેન્જ મેરેજની મુંઝવણ દર્શાવતી આ ફિલ્મ સ્ટારકાસ્ટને કારણે દર્શકોને થિયેટર સુધી ખેંચી જવામાં સફળ રહી છે.આ ફિલ્મ ના લેખક અને  દિગ્દર્શન રાહુલ ભોલે અને વિનિત કનોજિયા છે.આ ફિલ્મ માં જોરદાર કૉમેડી અને સાથે સાથે ગડબડ પણ એવી થાય છે કે લગ્નના ત્રણ જ દિવસ પહેલા બન્ને ગર્લફ્રેન્ડ અને થનાર પત્ની મળે છે. ત્યારે વિકીનો વરઘોડો કોના ઘરે પહોંચશે તે જોવાની બાબત છે. ફિલ્મ એ અત્યાર સુધી માં ૦.૭૮ કરોડની કમાણી કરી ચુકી છે.

4.સોનુ તને મારા પર ભરોસો નય કે 

  

               ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર મલ્હાર ઠાકર ની અપકમિંગ કોમેડી ફિલ્મ 'સોનુ તને મારા પર ભરોસો નઈ કે?'  યુવા ફિલ્મમેકર અને ડિરેક્ટ હેનિલ ગાંધીએ કરેલી ફિલ્મ 'સોનુ તને મારા પર ભરોસો નઈ કે?' એ પારિવારિક કૉમેડી ફિલ્મ છે જેમાં રોમાન્સ,હાસ્ય,પ્રેમ અને એક્શન બધુજ જોવા મળે છે.ફિલ્મ એ અત્યાર સુધી માં દુન્યાભર  થી ૦.૬૭ કરોડ નો બુઝનેસ કરી ચુકી છે.

5.નાડી દોષ 

               

                 આ એક રોમેન્ટિક કૉમેડી ગુજરાતી ફિલ્મ છે નાડી દોષ.કૃષ્ણદેવ યાજ્ઞિક ડિરેક્ટેડ ફિલ્મ માં એક્ટર યશ સોની, રોનક કામદાર અને જાનકી બોડીવાલા મૈન રોલમાં જોવા મળેલ છે.તાજેતરમાં ઘણી હિટ ફિલ્મો કરીને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ મેળવી છે. બંને 2015 ની ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં જોવા મળ્યા હતા જેને જોરદાર આવકાર આપવામાં આવ્યો હતો.ફિલ્મ  અત્યાર સુધી માં વિશ્વ માં થી 13.૫ કરોડની થી પણ વધુ કમાણી કરી ચુકી છે.





Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top