શું છે દિવાળીના પાંચ પર્વે નું મહત્વ અને કારણ અહીં જાણો

Renuka Vadher
0

દિવાળી એ  અંધકાર ઉપર પ્રકાશ નો વિજય, અધર્મ અને અસત્યના ઉપર ધર્મ અને સત્યનો વિજય છે. રામ એ અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરી ને અયોધ્યામાં પુનરાગમન થતાં જ અયોધ્યાવાસીઓ એ દીવડા પ્રગટાવી ને તેમનું સ્વાગત કર્યુ હતું અને અને અયોધ્યા માં દિવાળી મનાવવામાં આવી હતી.  

દરેક તહેવારની પાછળ એક પૌરાણિક કથા હોઈ છે. પચે પાંચ દિવસ નું  વિશેષ મહત્વ છે. તો આવો જાણીએ પાંચ દિવસીય જગમગાતા તહેવારની વિશેષતાઓ..

ધનતેરસ


દિવાળી ની શરૂઆત ધનતેરસથી થયા છે. તેને આપણે ધનત્રયોદશી પણ કહીયે છે. ધનતેરસના દિવસે યમરાજ, ધનના દેવતા કુબેર અને ધન્વંતરિની પૂજા કરવા પાછળ નું એક વિષેસ મહત્વ છે . પુરાણો અનુસાર આ દિવસે સમુદ્ર મંથન માંથી ભગવાન ધન્વંતરિ અમૃત કળશની સાથે પ્રગટ થયા હતા અને તેમની સાથે આકર્ષક આભૂષણ અને બહુમૂલ્ય રત્નો પણ  પ્રાપ્ત થયા હતા. અને ત્યારથી જ આ દિવસનુ નામ 'ધનતેરસ' પડ્યુ,આ દિવસે થી જ   , ઘરેણા, ધાતુ ,વાસણ,ઝાડુ ખરીદવાની પરંપરા શરૂ થઈ છે. 


કાળીચૌદસ 


કાલી ચૌદસ એટલે  જીવન સાથે જોડાયેલા કલંકિત  કાળા તત્વોની વિદાય કરવાનો દિવસ. આપણા પુરાણો અનુસાર આ દિવસે નરકાસુરનો વધ કરીને ભગવાન શ્રીકૃષ્ણએ 16100 કન્યાઓને કેદમાંથી મુક્ત કરીને  તેને અયોધ્યામાં  સ્થાન આપ્યુ હતુ. આ જ કારણોસર આ દિવસે અસંખ્ય દિવાઓ પ્રગટાવી ને જીવન માંથી મોહ,મત્સર, ઇષ્ર્યા,કામ,ક્રોધ,લોભ,મોહ,માયા,શંકા,આદિ અધ્યાત્મ માર્ગમાં વિઘ્ન કરતા ભૂતો - સ્વભાવ નો ત્યાગ કરી જીવન ને પ્રકાશમય બેનાવીયે.   


દિવાળી 

દિવાળી એટલે વિશેષ રૂપે મા લક્ષ્મીની પૂજા કરવાનો પર્વ. એવું કેહવત છે કે કારતક મહિનાની અમાસના દિવસે સમુદ્ર મંથન દ્વારા માતા લક્ષ્મી પ્રગટ થયા હતા. જેમને આપણે ધન-સંપત્તિ ,વૈભવ,સુખ-સમૃદ્ધિની અને એશ્વર્ય ની  દેવી માનવામાં આવે છે. તેથી જ આ દિવસે માતા લક્ષ્મી ને પ્રશન્ન કરવા આપણે આપણા ઘર માં  દીવા પ્રગટાવીએ છે. જેથી રાતના અંધારામાં દિવાઓથી વાતાવરણ પ્રકાશિત બની જાય છે. 


એવી માન્યતા છે કે આ  દિવસે ભગવાન રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાસ સમાપ્ત કરીને અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન રામ ના સ્વાગત માટે અયોધ્યાવાસીઓએ ઘરે ઘરે દીપ પ્રગટાવ્યા, રંગોળી બનાવી હતી અને આખી અયોધ્યા નગરીને દિવાઓ અનર રંગો થી ની ઝગમગ કરી હતી. અને ત્યારથી જ દિવાળીના દિવસે દિવા અને રંગોળી કરવાની પરંપરા છે. 5 દિવસીય તહેવારનો મુખ્ય દિવસ એટલે દિવાળી. 

 


પડવો કે પ્રતિપદા


કાર્તિક શુક્લ પડવાને ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. તેને પડવો કે પ્રતિપદા પણ કહેવાય છે. આ દિવસ ની પુરાણો માં માન્યતા એ છે કે ત્રેતાયુગમાં જ્યારે ઈન્દ્રદેવએ ગોકુલવાસીઓથી ગુસ્સે થઈ મૂસળધાર વરસાદ શરૂ કર્યો હતો  અને રક્ષા કવચ રૂપે ભગવાન શ્રીકૃષ્ણએ તમની ટચલી આંગળી પર મહાન ગોવર્ધન પર્વત ઉપાડીને ગામના લોકો ને નવું જીવન આપ્યું. ત્યારથી આ દિવસને ગોવર્ધન પૂજનની પરંપરા પણ ચાલી રહી છે.  

ભાઈબીજ


દિવાળી તહેવારનો આખરી  દિવસ યમ દ્વિતીયા કે ભાઈબીજના નામે પણ ઓળખાય છે  હોય છે. આ દિવસ  ભાઈ-બેનના સંબંધને મજબૂત બનાવવા અને ભાઈની લાંબી ઉમ્ર માટે ઉજવાય છે. ભાઈબીજ દિવસે બહેન તેના ભાઈ ને તેમના  ઘરે બોલાવે છે અને બેન ભાઈ ને ચાંદલો કરી ને તેને ભોજન કેરાવે છે અને તેમની લાંબી ઉમ્રની કામના કરે છે.


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top