દેવ દિવાળી કેમ ઉજવામાં આવે છે ?

Renuka Vadher
0

         આપણી ભારતીય સંસ્કૃતિ માં આપણા ઋષિમુનિઓ એ આપણ ને ધર્મ સમજાવતા વિવિધ વિવિધ પ્રકાર ના ઉત્સહવો આપ્યા છે,અને આ બધા ઉત્સહવો ની પાછળ પૌરાણિક કથા રહેલી છે, અને એમાં પણ ખાસ કરી ને આપણી ભારતીય સંસ્કૃતિ માં દિવાળી નું ખુબજ મહત્વ રહેલું છે ,જે વર્ષ ના અંત માં  આવતો તહેવાર છે અને આ તહેવાર લોકો ખુબ જ  ઉમંગ,ઉત્સાહ અને ઉલ્લાશ થી ઉજવે છે. 

     એવી જ રીતે "દેવ દિવાળી" જેને આપણે "કાર્તિક પૂર્ણિમા" તરીકે પણ જાણીયે છે, આપણી સંસ્કૃતિ માં આ તહેવાર નું પણ ખુબ જ મહત્વ રહેલું છે, જે દિવાળીના પંદર દિવસ પછી ઉજવામાં આવે છે ,આ તહેવાર ની પાછળ પણ એક ધાર્મિક કથા સંકળાયેલી છે, જે ભારત વર્ષના અંત નો છેલ્લો તહેવાર લોકો ખુબજ ધામ-ધૂમ હર્ષ -ઉલ્લાશ થી મનાવે છે.તો આપણી સંસ્કૃતિ માં દેવદિવાળીની પૌરાણિક કથા શું રહેલી છે તે આપણે જાણીયે અને સમજીયે. 

     ધાર્મિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જયારે મહાદેવ એ "ત્રિપુરા" નામના રાક્ષસ નો સંહાર કર્યો ત્યારે દેવ લોક માં બધા દેવો પ્રસન્ન થઇ હર્ષઉલ્લાશ થી ભગવાન શિવ ને પ્રસન્ન કરવા દિવા પ્રગટાવી ને તેને સમર્પિત કર્યાં અને દેવ લોક માં દિવાળી જેવો ઉત્સાહ મનાવ્યો અને ત્યારથી જ આ દિવસ ને  "દેવ દિવાળી" તરીકે ઓળખવા માં આવે છે.

        આખી કથા જાણીયે તો કે "ત્રિપુરા"| મહારાક્ષક ઉગ્ર તપ કરતો અને તે એક મહાદૈત્યે હતો માટે તેની તપશ્ર્યા ને ભંગ કરવા દેવો એ અનેક પ્રકાર ના ઉપાયો કર્યાં, દેવ લોક માંથી અપ્સરાઓ ને મોકલી, અનેક લોભ અને લાલચ આપી પણ તે એમાં પણ વશ ના થયો અને આખરે તેને  ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કર્યાં, ત્યારે ભગવાને તેને વરદાન માંગવાનું કહીંયુ ત્યારે તે મહારાક્ષક એ અમર થવા માટે નું વરદાન માંગ્યું ત્યારે ભગવાન કહે છે હે વત્સ જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, જો હું પણ અમર નથી તો તને તો આ વરદાન ક્યાંથી આપી શકું. 

    હે વત્સ ! તું કોઈ બીજુ વરદાન માંગ ત્યારે તે મહાદૈત્યે કહે છે કે હે પ્રભુ  મને એવું વરદાન આપો કે મારુ મૃત્યુ કોઈ રોગથી, મનુષ્યથી કે દેવી દેવતાથી ના થાય તે મને મારી ના શકે અને ત્યારે ભગવાને તેને તથાસ્તુ કહીંયુ અને ભગવાન દેવલોક માં ગયા. આ વરદાન મળતા જ ત્રિપુરા શક્તિવાન બની ગયો હતો અને તેને તેના દૈત્યો ને આદેશ આપ્યો કે દેવલોક માં  જાવ અને બધા દેવો હણી નાખો અને જો એવું ના થાય તો બધા દેવો ને બાંધી અને મારી પાસે સમર્પિત કરો,અને દૈત્યો ત્રિપુરા ની આજ્ઞાનું પાલન કરી ને દેવલોક પોહ્ચે છે ને ત્યાં  હાહાકાર મચાવે છે.ત્રિપુરા એ પોતાની પૂર શક્તિથી પાતાળમાં, સ્વર્ગમાં અને પૃથ્વી ઉપર પોતાની ઇરછાનુસાર વિનાશ સર્જ્યો હતો આનાથી દેવો લાચાર બન્યા હતા. દેવો ચિંતિત થઇ ને તેવો નારદમુનિ પાસે જાય છે અને કહે છે કે આનો કોઈ ઉકેલ કરો. ત્યારે નારદમુનિ દેવો ને સાંત્વના આપે છે કે હું આનો ઉકેલ લઇ આવીશ અને ત્યારે તેને એક રસ્તો મળે છે અને તે ત્રિપુરા પાસે જાય અને તેને કહે છે કે તું કૈલાશ ઉપર આક્રમણ કર અને ત્રિપુરા નારદમુનિ ની માયા થી પ્રરિત થઇ ને તેને ત્રણ દિવસ સુધી કૈલાશ પર યુદ્ધ કર્યું અને ત્રીજા દિવસે કાર્તિક પૂર્ણિમા ના દિવસે ભગવાન શિવજી એ તેના બાણથી "ત્રિપુરા" નો સંહાર કર્યો અને તેનું  મૃત્યુ થયું  અને આખું બ્રહ્માંડ અને દેવલોક માં દિવા પ્રગટાવી ને ઉત્સહવ કરવામાં આવ્યો.આથી જ આ દિવસ ને "દેવદિવાળી" કહેવામાં આવે છે.   

     એવું કહેવામાં આવે છે કે આ દિવસે જે સાતસોવીશ દિવા પ્રગટાવે તે સર્વ પાપો માંથી મુક્તિ મેળવે છે.તે દિવસે દીપ પ્રગટાવીએ એટલે આપણા ઘર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઐશ્વર્યે ની પ્રાપ્તિ થાય છે, અને આમ દેવદિવાળી ની સમાપ્તિ ની સાથે જ દિવાળી મહોત્સવ પૂરો થાય છે.અને ત્યાર થી શુભલગ્ન ના મુહર્તો શુરુ થાય છે.

     આમ દિવાળી એ આનંદ,ઉત્સાહ ,હર્ષ અને ઉલ્લાશનું મિલન છે અને સમાપન રૂપે "દેવદિવાળી" ઉજવી ને આ મહાપર્વ ને માણવામાં આવે છે.   


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top